સમર્પી દઉં આખ્ખે આખી જાતને તારા નામ પર.
અહર્નિશ સ્મરણને શું દિન કે રાતને તારા નામ પર.
છું દીવાનો તારા નામ પર સમજણ દીવો પ્રગટતાં,
શું કરવી મારે નિજાનંદની એ વાતને તારા નામ પર.
નથી રહી કોઈ ફરિયાદ દુન્વયી લાલસા તણી મને,
વણી લઉં સઘળી થતી મુલાકાતને તારા નામ પર.
વારી જાઉં વિભુ દીસે મને પ્રભુતા તારી નિરંતરને,
છે તારા પર ફિદા ભક્તોની નાતને તારા નામ પર.
હદ કરી નાખી હરિ નામામૃત આપી સર્વ જીવોને,
તરવા એક આધાર માયા મહાતને તારા નામ પર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.