ખરું ખોટું
દિલ દિમાગમાં સતત ચાલતો રહે છે ઝગડો, કોણ ખરું કોણ ખોટું
દિમાગ કહે, "તું સપનોમાં જીવે, તું આશાવાદી, હું, હકીકત જોવું એટલે, હું મોટું"
દિલમાં ઊંડે ઊંડે એક આશ છે, એ માનવા તૈયાર નથી કે તું સિધારીયો;
દિમાગ કહે, "તું ગાંડા ન કાઢ, જે જાય એ ફરી કદી નથી આવતાં, તેં તો ખોટો મોહ વધારીયો"
દિલે કહ્યું, "જે મુઝમાં એકવાર વસે, એ અમર રહે છે, એ મોહ નહીં, સાચો પ્રેમ છે"
"એ મારા દિલના એક ખૂણામાં સદા જીવશે, એ ત્યાં કાયમ હેમખેમ છે ".
વાંચકો, તમે કહો કોણ ખરું, કોણ ખોટું ???
Armin Dutia Motashaw