આવો આવોને ભાઈબંધ સહુ,
મારી શાળાનું આજ તમને કહું.
મારી શાળામાં બાળકો ભણતા,
ગુજરાતી વાંચેને ગણિત ગણતા.
હું એનાથી આઘો કેમ રહું?
મારી શાળાનું આજ તમને કહું.
રિશેષમાં સહુ કોઈ રમત રમતા,
ગોળ કૂંડાળે સાથે અમે જમતા.
હું તો માનીતો માસ્તરનો થઉં,
મારી શાળાનું આજ તમને કહું.
રોજ સવારે કેવી પ્રાર્થના થાતી,
ભજનની રમઝટ કેવી બોલાતી.
મારી શાળામાં માસ્તર નવ,
મારી શાળાનું આજ તમને કહું.
કરી કસરત બધા તાળી બજાવે,
દાવ દશેદશ બધા અમને ફાવે.
હું સૌથી પહેલાં શાળાએ જઉં,
મારી શાળાનું આજ તમને કહું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.