મારી યાચનામાં પ્રભુ કદી સ્વાર્થની બદબૂ ન આવે.
યાચુ તારી કરૂણા કેશવ એના સિવાય કશું ન આવે.
જગતના જરુરતમંદને કરી શકું સહાય એવું દેજે,
સ્રી માત્રના દર્શને જગદંબા સિવાય બીજું ન આવે.
રહે મન મારું રત હરિસ્મરણે નિશીવાસર પરોવેલું,
સંસારની આંટીઘૂંટીના આચાર પછી તસુ ન આવે.
ભરોસો રહે હરિવર તારો અડીખમ કપરાકાળમાંય,
હડપ કરી લઉં કોઈનું એવી વૃત્તિ મારામાં પશુ ન આવે.
કરી લઉં કર્મ તારા વિશ્વાસે પ્રમાણિક પ્રયત્નો મારા,
ગમે તેવી વરસે આપદા તારા સંગાથે મને આંસુ ન આવે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.