Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધબકી રહ્યું ઉર તો ધબક ધબક.
સંભળાય છે સૂર તો ટપક ટપક.

હશે એની કોઈ દુગ્ધા છૂપાયેલી,
જાણે ઉપડી પીડા તો લવક લવક.

લાગણીના દેશમાં વસનારું એ,
શુદ્ધ કંચન સમું ના તો વરખ વરખ.

મનથી હશે એને બારમો ચંદ્રને,
દિલથી દિલ જોડે તો હરખ હરખ.

કાયમ હોય વસંત એને આંગણે,
પાનખરથી ના પડતો ફરક ફરક.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111759823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now