જીવન મરણના આ ફેરા શું છે?
કોણ જાણે અંતિમ વેળા શું છે?
જીવતો રહ્યો જેમના માટે સદા,
મરતાં જાણ્યું ચાલે ભેગાં શું છે?
મિત્રો, સગાંસંબંધીઓ ત્યારે કહે,
કાઢો આને હવે બધા બેઠા શું છે?
તારી સૃષ્ટિમાં આવું કેમ છે પ્રભુ,
જીવિત શુદ્ધ, અછૂત મરેલા શું છે?
"વ્યોમ" નિવાસી તું આવીને જો,
કે તારી બનાવેલી હવે ધરા શું છે?
... © વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)