હવે તો જાત સાથે લડવું છે મારે.
હવે મારા દિલનું સાંભળવું છે મારે.
બીજાના દોષ ઘણા જોયા સતત,
હવે નિજ દોષદર્શન કરવું છે મારે.
હું સુધરીશ એટલે જગ સુધરશે,
આવું પગલું આજે ભરવું છે મારે.
કરી લઉં હિસાબ મારી ભૂલ તણો,
જાગ્યા ત્યાંથી સવાર ગણવું છે મારે.
જનતા જનાર્દને ઈશ હાજર હોય,
એવા પરમેશને આરાધવું છે મારે.
વૈભવ ધનનો નહીં પણ વિચારોનો,
સજ્જનોને સદાય મળવું છે મારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.