રાવણના હાથે આજ બળે છે રાવણ;
રામના હાથે ક્યાં આજ મરે છે રાવણ?
મૂખોંટા ઉપર અનેક મુખોંટા લગાવીને,
જ્યાં જુઓ ત્યાં આજ ફરે છે રાવણ;
ભૂલી મર્યાદા ને ઓળંગી લક્ષ્મણ રેખા,
બહેન દિકરીની ઈજ્જત હરે છે રાવણ;
બિજાઓની તો શું વાત કરૂં હું "વ્યોમ"
મારામાં પણ અહંકારી રહે છે રાવણ;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)