માણસ એકા એક સ્વાર્થી થતો જાય છે!
કોઇની વાત માં આવી પોતે;
માણસ થી અળગો થતો જાય છે.
સંબધ હોય લોહીના,
તો પણ પોતાનો સ્વાર્થ સાધતો જાય છે.
એક માણસ થઈ પોતે;
માણસાઈ ભુલતો જાય છે.
બોલ બચન બોલી ને,
પોતાની ખરી છાપ છોડતો જાય છે.
માણસ બની માણસ સાથે ગદારી કરતો જાય છે.
પોતાની ખાલી ટોપલી સાચવવા પોતે;
બીજાની ભરેલી ટોપલી ઉઠલાવતો જાય છે.
આ માણસ જાણી જોઈને;
પોતાના જ પગમાં કુહાડી મારતો જાય છે.
છે વિચાર થી ભરપુર પોતે,
પણ બીજાની ચાવી થી, પોતે ખુલતો જાય છે!
આ માણસ બીજાનો સ્વાર્થ સાધવા"સ્વયમભુ"
પોતે રબર સ્ટેમ્પ બનતો જાય છે..!💞
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ