માણસ ચહેરા પર ખોટા મૂખોંટા લગાવે છે;
હોય કંઈક ઓર ને કંઈક બીજા બતાવે છે;
દર્પણ પણ હવે જૂઠ બોલતો થઈ ગયો છે,
દિલમાં હોય દર્દ ને ચહેરા હસતા બતાવે છે;
જાણવા હાલ કોઇના નજીક આવો મિત્રો,
દૂરથી જો પૂછીએ તો એ મજા બતાવે છે;
ભરી મહેફિલમાં તો રાખે મુસ્કાન હોઠો પર,
ને એકલતામાં એની આંખો વ્યથા બતાવે છે;
આ જ તો નિયમ છે પૂરી દુનિયાનો "વ્યોમ"
હાલ પૂછો જરા તો એ પૂરી કથા બતાવે છે;
... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)