"હાલ તને એક પુસ્તક આપું"
તને એક સોગાદ આપું,
મારો પુરે પુરો શ્વાસ આપું.
હાલ તને એક પુસ્તક આપું..!
નવું નવું મેળવવાની હોડમાં,
ભાગમ ભાગ ભરી દોડ માં;
તને એક વિશ્વાસ આપું.
હાલ તને એક પુસ્તક આપું..!
શું મેળવીશ, શું ગુમાવીસ,
એ વિચાર માંથી તને સાવ મુક્તિ આપું.
હાલ તને એક પુસ્તક આપું..!
તારી ચિંતા એ મારી ચિંતા,
એવા વિચારની કેળવણી આપું.
હાલ તને એક પુસ્તક આપું..!
નિરીક્ષક, નિઃસ્વાર્થી, સેવા,
"સ્વયમભુ"તારામાં પ્રબળ બને એવી ભેટ આપું.
હાલ તને એક પુસ્તક આપું..!
- અશ્વિન - સ્વયમભુ