જરૂરિયાત કરતાં વધારે દેહ ને શણગારવા માટે પૈસા ખર્ચી નાખવામાં આવે છે,અને સમયનો તો અધધધ બગાડ કરી દેવામાં આવે છે.....એટલામાં જો મનને સારા વાંચનથી કે સારા વિચાર થી મઠારવા પ્રયત્ન કરવામાં આવે તો એના દ્વારા જે ચમક મોં અને હ્રદય પર આવે છે......એવી ક્યાંય સુંદરતા જોવા મળશે નહિ....
વ્યક્તિના ચેહરા પર લાલીમા ત્યારે જ આવે છે,જ્યારે એ હ્રદય અને મન બંનેના દેખાવ ને પોતાના બાહ્ય દેખાવ કરતાં વધુ મહત્વ આપે.....
બાકી,
હાડમાંસના શણગારને સુંદરતા નહિ,ભપકો કહેવાય....જે હાલમાં ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે.....આંધળી દોટ....
કારણ સુંદરતા તો ભીતરથી જન્મે છે.....
-@nugami.