Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક વખતે વ્યક્તિ પોતે શું બોલે છે,એની એને જ ખબર નથી હોતી....
અમુક વાક્યો એટલા પ્રચલિત થઈ ગયા હોય છે,
કે, બસ કોઈકના મોઢે ક્યાંક ને ક્યાંક સાંભળવા મળી જાય છે...
ક્યાંક કોઈક પુરુષ સ્ત્રી હ્રદય ધરાવી ને નિર્ણય લેતા હોય છે,ત્યારે કોઈ સ્ત્રીને એ કદાચ ના પણ ગમતું હોય....
અથવા કોઈ એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ જાય કે, પુરુષ સરખો નિર્ણય લઈ શકે નહિ....
ત્યારે સ્ત્રી બોલી દે છે,કે" આ વાત તમારે લાયક નથી,એના કરતાં બંગડી પહેરી લો....."
કેટલું વ્યાજબી છે આ વાક્ય????
આ વાક્યમાં ખરેખરનું અપમાન કોનું થાય છે???
એક સ્ત્રી નું......
પુરુષનું નહિ.....
કોઈ પુરુષ આ વાક્ય બીજા પુરુષને બોલે તો સમજી શકીએ,પણ એક સ્ત્રી જ્યારે આ શબ્દો બોલે છે ત્યારે પોતે પુરુષને સામર્થ્યહીન નહિ,પણ પોતાની કાર્યક્ષમતાને નબળી ગણે છે....પોતે નબળી છે એ સ્વીકારે છે....જેનો કોઈ ઉપાય નથી.....
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111755187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now