Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરપળે સંતાનનું હિત વિચારે છે માવતર.
એનાં સુખમાં પોતાનું સુખ માને છે માવતર.

પોતે કેટકેટલું વેઠીને સંતાનને આગળ લાવે,
બલિદાન નિજસુખનું સદા આપે છે માવતર.

મૂક આશિષ હરહંમેશ નજરમાં છલકાતી,
છોરુની તકલીફ દેખી અશ્રુ સારે છે માવતર.

ન થઈ શકાય મુક્ત એનાં ૠણમાંથી કદીએ,
ઈશ્વરથીય અધિક ઉપકારો કરે છે માવતર.

નથી ખૂટતો સ્નેહ એનો ઉમ્રભર અમીવરસે,
કોળિયો મુખેથી કાઢી પેટ ભરે છે માવતર.

આવવાનું બને પ્રભુ મુજ આંગણે તારે કદી,
માન્ય તો જ મને જો એ રૂપ ધરે છે માવતર.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111754886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now