Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીનો ભાર ના રાખો હવે.
તનાવ વારંવાર ના રાખો હવે.

જે થવાનું તે થઈને રહેવાનુંને,
ભયનો ઓથાર ના રાખો હવે.

દુઃખમાંથી જ સુખ શોધવાનું,
ખોટો મનોભાર ના રાખો હવે.

અહીં ઈશનીય કસોટી થતીને,
ભાવિ અણસાર ના રાખો હવે.

પગલે પગલે પ્રશ્નો ઉદભવતા,
કોઈ ઉપર મદાર ના રાખો હવે.

જમા પાસું સાચવી રાખો તમે,
સરવાળા ઉધાર ના રાખો હવે.

જાત મહેનત ઝિંદાબાદ કરોને,
અવરનો આધાર ના રાખો હવે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર

Gujarati Motivational by Chaitanya Joshi : 111754650
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now