આવ તારા હાથોની મહેંદી પર મારૂ નામ લખી દઉં;
મારા અનહદ પ્રેમથી એમાં હું ગહેરો રંગ ભરી દઉં;
તન અને મન તો પહેલાંથી જ કર્યા છે મેં તારા નામે,
મારા જીવનની ક્ષણે ક્ષણ આજ તારા નામે કરી દઉં;
કાંટા ના લાગે કોઇ તારા કોમળ સુંવાળા પગમાં,
તારા હર એક કદમ પર મારી હથેલી હું ધરી દઉં
કહે છે જો આપો આંગળી તો પકડે આખો હાથ,
એજ આશાએ હું તારા હાથમાં એક આંગળી દઉં;
નથી હું મહાવીર કે છાતી ચીરી બતાવું તારી છબી,
તું જો કહે તો "વ્યોમ" માથે તારૂ નામ કોતરી દઉં;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)