સાથ દેવા વાળા હાલાત નથી જોતા;
સ્થિતિ સુધરવાની વાટ નથી જોતા;
સાથ નિભાવવો હોય જેમણે દિલથી,
એતો પછી દિવસ કે રાત નથી જોતા;
અલગ અલગ રહી પણ થૈ શકે પ્રેમ,
થાય કે ન થાય મુલાકાત નથી જોતા;
કૃષ્ણના દર્શનની અભિલાષી છે મિરા,
એતો પછી ભૂખ કે પ્યાસ નથી જોતાં;
રામની રાહ જોવે બનીને જે શબરી,
બોર વીણતાં એ આરામ નથી જોતા;
કરવો પ્રેમ જેમને રાધા કૃષ્ણ સરીખો,
પછી, એ ગોરો કે શ્યામ નથી જોતા;
દોસ્તીનો જ સબંધ છે સૌથી નિરાલો,
છે દોસ્તાર અમીર કે રાંક નથી જોતા;
"વ્યોમ"ની મિત્રતા કાંઇ અઘરી નથી,
દાદ કાફી છે તારા કે ચાંદ નથી જોતા;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)