સ્નેહસંગ સદાય રમતું ઉર મારું.
અવિરત જે હો ધબકતું ઉર મારું.
લાગણીની દુનિયામાં જે અગ્રેસર,
ઊર્મિઓથી ઝણઝણતું ઉર મારું.
પ્રેમ, દયા, કરુણા જેના વિષયો,
હેતનાં હિંડોળાથી ઝૂલતું ઉર મારું.
હશે અપેક્ષિત વાસ હરિનો જ્યાં,
પ્રાર્થના કરી અશ્રુ સારતું ઉર મારું.
બુદ્ધિના ગજથી કદી ન માપો એને,
દુઃખી દેખીને એ તરફડતું ઉર મારું.
હદ કરી નાખી હરિ હૃદય આપીને,
સૌથી સવાયું મને લાગતું ઉર મારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.