"એક ડાળ પ્રેમ ની, તું વાવી તો જો"
ફુટે છે કેવા કોમળભાવ,
તું એમાં એક્વાર જોઈ તો જો.
મુર્જાય ગયેલ ડાળીને,
તું એકવાર,ફરી ખીલવી તો જો,
મહેકતી ડાળીની જુવાનીને, તું એકવાર માણી તો જો,
એક ડાળ પ્રેમ ની તું વાવી તો જો..!
મુર્જાય ગયેલ ડાળી માં,
તું એકવાર, નવું ચેતન ભરી તો જો,
કોમળ ડાળીઓનો એકવાર, સ્પર્શ તું કરી તો જો,
તારા આંગણામાં, તું એક ફૂલ ઝાડ ઉછરી તો જો,
એક ડાળ પ્રેમ ની તું "સ્વયમભુ" વાવી તો જો..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ