"ક્યાં સુધી ગમવું ગમાડવું "
તીખા મીઠા તમતમતા પ્રહારો,
કયા સુધી જીભે ચઢાવું.
ખાટા ઓડકાર ખાય ને,
ક્યાં સુધી ખુદ ને ઘચરકે ચડાવું.
વાત પોતાની હોય કે પારકા ની,
ક્યાં સુધી એ વાત ને ટાળું,
પોતાની વાત, પોતાની વાણી,પોતાની રીત,
શું..?એજ દુનિયા તારી, શું..?એજ દુનિયા મારી.
મારી તારી કરતાં કરતાં,ભુલી ગયાં બધી રીત,
ખોટા વાણીવિલાસ જીભે ચઢીયા,
ખોય બેસીયા બોલવાની બધી રીત.
કાઇપો છે કાઇપો છે,"બોલી"પતંગોના દોર,
"સ્વયમભુ" કહે..સ્વાદ ના ચટકા આપી! જીભે કાયપા છે,
બંધનોના દોર..!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"