કહેવાને તો છે અે જીવન અંજલિ મારી,
ગજબ છે આ પ્રણનીય રીત,
મળે જો સામે તો એ રસ્તે પણ ચાલી શકતા નથી.
કહેવાને વાતો કરે રોજ, આ શાસ્ત્રો પુરાણોની,
ગજબ છે આ જગતની રીત,
આવે જ્યા વાત પ્રણયની તો એ સહી શકતા નથી.
કહેવાને તો ઘણું ચાહુ છુ, પણ કહી શકતો નથી,
ગજબ છે આ પ્રીતની રીત,
ખુદ 'નારાયણ' પણ તેમાંથી બચી શકતો નથી.