Gujarati Quote in Thought by Pihu Boricha

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે કોઈક વ્યક્તિ થી વાત કરીએ , મળીયે,
એક દિવસ...
બે દિવસ...
ત્રણ દિવસ...
જાણે અજાણે આપણે એ વ્યકિત સાથે એક અતૂટ અને નિઃસ્વાર્થ લાગણીના બંધન માં બંધાઈ જતા હોઈએ છીએ
( હું અહી માત્ર પ્રેમની લાગણી ની વાત નથી કરતી ,આ લાગણી મિત્રની કે પછી કોઈ પણ સંબંધની હોય શકે..)

એક સમય એવો પણ આવે કે
આપણી ખુશી એ વ્યક્તિ પર નિર્ભર થઈ જાય..
એમનાથી વાત ન થાય તો મન બેચેન રહે,
એ વ્યક્તિ ની ચિંતા થાય
એ વ્યક્તિ જો દુઃખી હોય તો આપણે પણ દુઃખી થઈએ,
અને એ વ્યક્તિ જો ખુશ હોય તો આપણે પણ ખુશ!!

આપણા મનમાં ડર બેસી જાય કે
ક્યાંક મારાથી એવું કંઇક કામ ના થઈ જાય કે આ વ્યક્તિને દુઃખ પહોંચે..
અને આ ડર ક્યારેક સાચો પણ પડે છે
જાણે અજાણે એ વ્યક્તિને આપણાથી દુઃખ પહોંચે છે
અને છેલ્લે આપણે પોતાનો જ વાંક કાઢીએ છીએ...

આવા વ્યક્તિઓ ખૂબ જ લાગણીશીલ હોય છે
આવા વ્યક્તિઓ સંબંધ ને જાળવી રાખવા માટે ક્યારેક ખોટું પણ સહન કરી લેતાં હોય છે
અને આ વ્યક્તિઓ ને જ લાઈફ માં ખુબ વધારે દુઃખ સહન કરવું પડતું હોય છે...



- unknown person

Gujarati Thought by Pihu Boricha : 111752752
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now