Quotes by Pihu Boricha in Bitesapp read free

Pihu Boricha

Pihu Boricha

@pinkyborichaborichapinky96gmail.com123921


બહારથી દેખાવે શાંત છું,
પણ અંદરથી સ્મશાન ની રાખ છું...

👉14/03/2022
✍️ Pihu Boricha

જૂની ડાયરી હાથ માં આવી જતાં,
મળી આવેલી યાદનું એક સંભારણું..

તું આવને એકવાર..

નથી નારાઝ કે ગુસ્સે હું તારાથી,
કોઈ ફરિયાદ પણ નથી તારાથી,
નહીં પૂછું તને તારા જવાનું કારણ

તું આવ ને એકવાર..

બેસવું છે
તારી સાથે
વિશાળ અંબર ના
છત્ર નીચે,
આ ઘૂઘવતા દરિયાની
ઉછળતી લહેરો ની સાક્ષી એ
નહિ કહું બોલવાનું તને
કંઈ પણ બોલ્યા વિના
ઘણું બધું કહેવુ છે...

👉 ૨૭/૦૬/૨૦૨૧
✍️ Pihu boricha

Read More

આથમે છે
સૂરજ રોજ સાંજે
પણ..
આથમે કોઈની યાદ,
એવી સાંજ
હું ક્યાંથી લાવું...

- pihu boricha

કોઈ કહે છે સ્વાર્થી છું,
તો કોઈ કહે છે પથ્થરદિલ છું,
તમે જે કહેશો એ મંજૂર છે

વધારે કંઈ નહિ કહું..

' જેમ તમે કહો '
માત્ર આ ત્રણ શબ્દો માં
સંતાકૂકડી રમશે મારો જવાબ...

- Pihu boricha

Read More

' કંઈ નહિ '
આ બે શબ્દ માત્ર,

કંઈ ના કહેવા છતાં;
કેટકેટલું કહી જાય..
કોઈકના દિલ ની વેદના,
કોઈક ના દિલની ઈચ્છા,
કોઈ ના પ્રત્યેની લાગણી,
તો ક્યારેક કોઈની અણગમતી વાત
બધું છુપાઈ જાય છે,

માત્ર આ બે શબ્દ પાછળ...

✍️ Pihu boricha

Read More

ગઈકાલે
હું ફરી ખુદ ને મળી હતી,
જ્યારે હું તૂટી ગયેલા કાચ ને જોડવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી...

- Pihu boricha

પિગળતી રહિશ
સ્વભાવ છે મારો..

પ્રેમ કરો કે નફરત
નિર્ણય તમારો..

अपनी अच्छाई पर
क्या गुरुर करु,

किसीकी कहानी में
मैं भी गलत हुं


- Pihu boricha

અધૂરા રહી જવાય

છે,

પૂર્ણ થવાની

ઉતાવળમાં...

નવું જીવન આપનાર
ચોમાસાએ વૃક્ષો પાસે
વિદાય માંગી ,
પાંદડાઓ આખી રાત રડ્યા
અને સવારે બધાને એ ઝાકળ લાગી...
- અજ્ઞાત

Read More