Very interesting, funny, and inspiring piece reproduced below:
બહુ જ સુંદર લખાણ છે ગમશે:
(by unknown author in Gujarati).
⭐⭐⭐⭐
▪️શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.
▪️જેને ગમ્યો એણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને એ ધુમાડો કહી ગયા મને !!
▪️કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ...જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર જ બેસતા હોય છે..!!
▪️મારી સાથે બેસીને...સમય પણ રડ્યો એક દિવસ,બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..
હું જ ખરાબ ચાલી રહ્યો છુ..
▪️શું વેંચીને તને ખરીદુ "જિંદગી"
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં..!!
▪️દિલનો નેક છું સાહેબ..
"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિશ" નહિ
સ્વાદ અલગ છે મારા શબ્દોનો...ઘણા ને સમજાતો નથી તો ઘણા ને ભૂલાતો નથી...!!!
▪️રોજ સાંજે, સુરજ નહિ પણ..આ અણમોલ જિંદગી ...ઢળતી જાય છે...!!!
▪️આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી..
સમજોતો મોતી ન સમજો તો પાણી.. !!!
▪️સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય રાહત છે, હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે.. !!!
▪️એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુ છું, માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુ છુ.. !!
▪️આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..
▪️મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય, પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.
▪️ફિક્કા ચેહરાઓની, ડોક્ટરે લોહીની તપાસ કરાવી ...રિપોર્ટ માં આવ્યું, સંબંધો ની ઉણપ છે ..
▪️મગજ કયારેય સીધું ચાલતું નથી,
અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી,
સરવાળે...મગજ વાળા,હ્રદય વાળાની ભરપૂર મઝા લે છે.
▪️જે માંગો એ બધુજ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ, બાપાનું ઘર નથી...
▪️જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે છે,
પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...
▪️ખબર છે કે મારૂં કશું જ નથી
છતાં છોડવાનું *ગજું* નથી !!!
🙏🙏🙏
*****