દેવો નું સમુદ્ર મંથન,
માનવો નું મનો મંથન;
બસ વલોવે જાવાનું,
જીંદગી આખી નીચવાય;
પરસેવા છૂટી જાય,
છેવટે વલોપાત જ વધે;
આ માણસ ની જીંદગી..
દેવો નું સમુદ્ર મંથન,
જેમ વલોપાત વધુ;
એમ નવું નવું મળતું જાય,
મેહનતનું ફળ પોતે ખાય;
ઝેરના પારખા ભોળો કરે'
આ દેવોનું મંથન;
"એટલે"
"સ્વયમભુ"સમુન્દ્ર, સાથે દેવો નું મનો મંથન
"સ્વયમભુ"
અશ્વિન રાઠોડ