"નિસરણી"
મારા જીવનની તું નિસરણી,
મારા જીવનની તું દંત કથા;
મારા જીવનની તું કંડારેલી કેડી,
મારા જીવનની તું પૂર્ણ કથા;
મારા જીવનનું તું અંક કોષ,
મારા જીવનનું તું શબ્દ કોષ;
મારા જીવનની તું અંકાવાલી,
મારા જીવનની તું શબ્દાવલી;
મારા જીવનનું તું મંતવ્ય,
મારા જીવનનું તું અભિપ્રાય;
મારા જીવનની તું રૂપ રેખા,
મારા જીવનની તું પૂર્ણ રૂપરેખા;
મારા જીવનની તું સહ: રચના,
મારા જીવનની તું પૂર્ણ: રચના;
મારા જીવનની તું "સ્વયમભુ" નિસરણી,
મારા જીવનનું તું મન મંદિર..
"સ્વયમભુ"
અશ્વિન રાઠોડ