"ઘા"
કાયમ ક્યાં કોઈ સાથે રહેવાના છીએ,
ઘડી બે ઘડી માં, માપી લેવાના છીએ.
એક મિયાનમાં બે તલવાર, શોભે કે ના શોભે,
આપડે ક્યાં સાખી લેવાના છીએ.
આપડે તો સીધું, એક જ "ઘા"માં..વાળી લેવાના છીએ...
કાયમ ક્યાં સાથે રહેવાના છીએ.!
ઉંડા ઉંડા "ઘા" હવે તો માપી લેવાના છીએ,
બસ હવે તો એક "ઘા"ને બે કટકા કરી લેવાના છીએ.
કાયમ આજીજી ક્યાં કોઈ કરવાના છીએ,
હવે તો પોતના બાવણાના જોરે બળદ ગાડા હાકી લેવાના છીએ.
કાયમ ક્યાં કોઈ સાથે રહેવાના છીએ,
ઘડી બે ઘડી માં, "સ્વયમભુ" બધાનું જોર માપી લેવાના છીએ.
"સ્વયમભુ"
અશ્વિન રાઠોડ