કરું છું પ્રતિક્ષા સન્મુખ તું મળે ના મળે.
ને મુલાકાત તારી પછી કદી ફળે ના ફળે.
વીત્યા દિવસો મબલખ તને જોયાના એ,
તું ખુદ મારી મન મૂંઝવણને કળે ના કળે.
વેદના વિયોગની તો ઊભયપક્ષે રહેવાની,
ને ચિરઃ પ્રતિક્ષા મારી તારી ટળે ના ટળે.
તું છો ઊછળકૂદ કરતી સરિતાસમી જો,
હું બની અબ્ધિ રાહ જોંઉં ભળે ના ભળે.
એક અંતરે બે- બે દિલ એકમેકમાં લોપ,
તું તો રહી મેનકા કો' કૌશિક ચળે ના ચળે.
કૌશિક= વિશ્વામિત્ર.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.