આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ 💐🇮🇳💐🇮🇳🙏🙏
અને એમની જ કવિતાથી એમને વંદન કરીએ🙏🇮🇳
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાંનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે,
અંધારાના વમળને કાપે, કમળ તેજ તો સ્ફુરતું છે.
ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.
કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં,
કાયરોની શતરંજ પર જીવ, સોગઠાબાજી રમે નહીં.
હું પોતે જ મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.
-નરેન્દ્ર મોદી🌹