"સુખી થવા શું કરવું જોઈએ????"
-@nugami.
સુખી થવા બીજાના સુખમાં પોતાનું સુખ જોવું જોઈએ,ઈર્ષા ને બાજુ માં મૂકી ને....
સુખી થવા કોઈને નડવાનું બંધ કરવું જોઈએ.....
સુખી થવા હંમેશા દિવેલિયું પીધા વગર હસતું મોઢું રાખવા પ્રયત્ન કરવો જોઈએ....
સુખી થવા કુદરતને પ્રેમ કરતા રહેવું જોઈએ....
સુખી થવા પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ....
સુખી થવા પોતિકાઓ સાથે દરરોજ થોડો સમય વિતાવવો જોઈએ.....
સુખી થવા મૃત્યુનું દરરોજ એકવાર સ્મરણ કરવું જોઈએ ...
સુખી થવા ઈશ્વર નો દરરોજ એકવાર આભાર માનવો જોઈએ કે, દરરોજ નવી ઉગતી પરોઢે તમને એક જ પીસ માં સાજા નરવા રાખ્યા છે.....
ખાસ,
સુખી થવા દુ:ખી ઓછું થવું જોઈએ.....
-@nugami.