Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત મારી સાંભળીને આવજે.
હાથ મારા તું પછી છલકાવજે.

ના મળે દાતા કદી તારા સમો,
ભક્તને તું પામવામાં ફાવજે.

આરઝૂ અંતર તણી છે હે પ્રભો,
નાથ તારી તું દયાને લાવજે.

ઝંખતો હું તુજને ભવભવ થકી,
આશ દરશનની વળી મીટાવજે.

ધન્ય છું કે નીરખું તુજ હાજરી,
હેત હૈયે આવતાં તું ભેંટજે.

થાય પૂરી ચાહ મારી દેખતાં,
યાદ જૂની આપણી મમળાવજે.

આંખ પણ હો ઊભરાતી હર્ષથી,
કર પસારી ઉર અગનને ઠારજે.

( ગાલગાગા2 ગાલગા)
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111749944
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now