ફરી રહ્યાં છે નિયમો શાળા ના,
જેમ ફરી રહ્યાં હોય મણકા માળા ના...
પુસ્તકાલય અને મેદાનો થાય ખાલી,
તે જોઈ સહું ના મન ગયા છે હારી...
ખાલી છે કેન્ટીન અને ખાલી છે શાળા ના રૂમ,
બહુ અજીબ જોયા છે અમે આજ કાલ શાળા ના રૂપ...
ફોન અને કોમ્પ્યુટર થી અપાય રહ્યું છે શિક્ષણ,
પોરણિક્તા અને આધુનિકતા નું થઈ રહ્યું છે મિશ્રણ...
શિક્ષકો એ રાખી છે બાળકો થી ભલે દૂરી,
પણ સંકલ્પ એક જ છે ના રહે તેમની "સાક્ષરતા" અધૂરી...
ચાલી રહ્યો છે 'corona' સાથે નો જીંદગી નો પ્રવાસ,
અને રોજ થઈ રહ્યાં છે તેની સામે લડવા ના પ્રયાસ...