"મજબૂત ખભો."
-@nugami.
ઘણી વાર સાંભળ્યું હશે,કે આ માણસ ખૂબ જ મજબૂત છે ....
આ માણસને કંઇ ના થાય......એને કોઈ ફેર ના પડે....
ફેર કેમ ના પડે ભૈ???
એ પણ માણસ જ છે.....એને પણ તકલીફ થતી હોય,
ફરક માત્ર એટલો હોય છે,કે એને પોતાનું દુઃખ વ્યક્ત કરવા ઘણું રડવું હોય છે....તૂટી તૂટીને રડવું હોય છે....
પણ એની આસપાસ એના આંસુને નીચે ના પડવા દેવા વાળા ખભાઓનો કાફલો અશક્ત હોય છે.....
એ વ્યક્તિ ને એવો મજબૂત ખભો નથી મળતો જેની એને શોધ હોય છે.....જેના પર એ પોતાના દુઃખના બે આંસુ સારી શકે અને એને સરળતાથી ખભો દેનાર હોય એ ઝીલી શકે.....
માટે ,એ મજબૂત થઈ ટકી રહેવાની હિંમત કરે છે......
બાકી લાગણીઓ એ પણ ધરાવે છે.....અપાર.....
-@nugami..