Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત આપણી કે અફઘાનીસ્તાનની?

મમતા ધરતી ફાડી સમાઈ ગઈ,
ને આકાશ રડી ઊઠ્યું.
બાળકને માતા સૈનિકને સોંપતું જોઈ,
વિશ્વ સઘળું ખળભળી ઊઠ્યું.
ટેકનોલોજીની હરણફાળ ક્યાં સંતાઈ?
શરમથી જ્ઞાન-વિજ્ઞાન ઝુકી ઊઠ્યું.
કરુણતા એકવીસમી સદીની માઝા મૂકી ગઈ
માસુમ આંસું ,અંગાર બની ઊઠ્યું.
આકાશ ફાટ્યું ! દાવાનલ ભભૂક્યો,
મૌન સૌનું ,સ્મશાનના દાહસમ્ ચિત્કાર બની ઊઠ્યું
માનવતા સઘળી મરી પરવારી ગઈ,
ને ડૂસકું સાગરમાં હરિકેન થઈ ઊઠ્યું
સૂર્ય સંતાયો,ચાંદની લૂંટાઈ
ભોંકી ખંજર અજવાસને ,અંધારું છવાઈ ઊઠ્યું


જિગીષા દિલીપ
🙏

Gujarati Poem by Umakant : 111749600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now