હૈયાના ઉપવનમાં આજ કંઇક ઉગ્યું છે.
તાજું તાજું કુણું કુણું કંઇક ફૂટ્યું છે.
હળવે હળવે મલકે, નભના ચંન્દ્ર જેવું ,
લાગે જાણે રૂપાળું સ્મિત ખિલ્યું છે.
લાગે એ લાલ ગુલાબી ફુલ જેવું નમણું ,
શરમાય જાણે એને કોઈએ ચુમ્યું છે.
મનગમતું કોઇ મળે એની વાત શું કરવી!
જોયુંને કેવું રુમઝુમ રુમઝુમ ઝુમ્યું છે.
માનતું જ નથી એ કહ્યું કોઇનું હવે "શ્વાસ",
આખું આભલું તે માથે લઇને ઘુમ્યું છે.