પ્રેમ માટે સાથે રહેવું જરૂરી નથી.....
હૃદય ભીતર ધીમું ધીમું વહેતા રહેવું જરૂરી છે.....
ક્યાંક ને ક્યાંક હૃદયના ખૂણે લાંબો વસવાટ કરતા રહેવું જરૂરી છે.....
પ્રેમ માટે સમર્પણ ની જરૂર નથી કે નથી કોઈ ત્યાગની જરૂર.....
પ્રેમ પોતાનામાં જ એક ત્યાગ છે......
પ્રેમમાં પડવું એ મોટી વાત નથી.....
પણ એ પ્રેમ ને ક્યારેય કોઈ સ્વાર્થ ના નડી જાય અને એને નિસ્વાર્થ ટકાવી રાખવી એ મોટી વાત છે.....
પ્રેમ નિરંતર છે, પ્રેમ વિના લાગણી, સ્નેહ પાંગળા છે.......
પ્રેમ કુદરતે કરેલ દરેક સર્જન સાથે થઈ શકે છે....
ફૂલ સાથે,પ્રાણી સાથે,કુદરતની સોળે કળાઓ સાથે,કુદરતની દરેક હિલચાલ સાથે,વ્યક્તિ સાથે......
આ બધા પહેલા જરૂરી છે પોતાની જાત સાથે નિર્દોષ પ્રેમ થવો.....એ પણ હું પણા વિના.....
-@nugami.
-@nugami.