શીર્ષક :- મારી કલ્પના માં તું
______________________
એક તુજ ને મળવા ની ઈચ્છા મને રોજ થાય છે,
તેની જ કલ્પનામાં મન હરખાઈ જાય છે...
નશીબ સાથ ના આપે તેથી જોને હરખ કરમાઈ જાય છે,
બધાં સમક્ષ તારો હાથ પકડી ને દુનિયાની બધી રસમ તોડવાની ઈચ્છા અધૂરી રહી જાય છે...
તને મેહસૂસ કરવો કે તારા નજીક હોવાના એહસાસ ને કાયમ માણું છું,
પણ આંખ બંધ કરું તો તારા પ્રેમ ભર્યા એક કપાળ પર ના ચુંબન માટે તરસી જવાય છે...
તારા દીધેલા નામ થી જ્યારે કોઈ બોલાવે તો આંખ ભરાય જાય છે,
અને એક તારા સિવાય બધું જ સ્મૃતિ પટ માંથી ભૂસાય જાય છે...
આંખ માં કાજલ કરતી વખતે તું હંમેશા યાદ આવી જ જાય છે,
ત્યારે હાથ આપ મેળે જ કાન પાછળ પોહચી ને ત્યાં એક ટપકું કરે તો ખુદ થી જ શરમાઈ જવાય છે...
તારા પ્રેમ થી છલોછલ એવા આલિંગન માટે તરસી જવાય છે,
પછી કોઈક વાર ખુદ માં જ તારા પડછાયાં ને અનુભવી જવાય છે...
હવે દરેક "દિવાસ્વપ્ન" માત્ર તું જ દેખાય છે અને તારી જ કલ્પના થાય છે,
અને એક તારા જ સાથ માટેની ઝખનાં થાય છે...