Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિવતનય સૂંઢધારી ગજાનન મંગલકારી.
ભક્તન કે સુખકારી ગજાનન મંગલકારી.

એકદન્ત ગજકર્ણક શોભા તમારી ન્યારી,
માતા ઉમિયા દુલારી ગજાનન મંગલકારી.

વિઘ્નવિનાશક બુધ્ધિદાતા સેવા કરું તમારી
સોહે સિદ્ધિબુદ્ધિ નારી ગજાનન મંગલકારી.

શુભ કાર્યમાં હોય સદા આગમન તમારુંને,
લાભ લક્ષ મૂરત પ્યારી ગજાનન મંગલકારી.

મોદકપ્રિય ભગવંત ગણેશા નૈવેદ્ય સ્વીકારી,
આવો કરી મૂષક સવારી ગજાનન મંગલકારી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111748936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now