પ્રેમ એ તો તારા સાથ અને લાગણી નો વહેતો ધોધ છે
જેની સફર તો આકાશ ના તારા કરતાં પણ સુંદર હશે
સ્વગૅ થી પણ સુંદર હશે તારી અને મારા પ્રેમ ની વાતો
જે બધું જ સમાઈ જ લેશે એ પ્રેમ ની આકાશગંગા મા
પ્રેમ ની કલ્પના તો તારા સાથ અને સપનાંમાં રહેલી છે
જે અંકબંધ રહેશે આ સ્વગૅ સમાન આકાશમાં હમેશા
તારા માનવા કે ના માનવાના અસમંજસ મા જ પ્રેમ છે
જે ભલે તારા મનમાં નહીં પણ ચંદ્ર ના આગોશમાં તો છે
આકાશના અખૂટ ભંડારમાં છુપાયા છે જેમ અબજો તારા
એમ તારા દિલમાં પણ કયાંક તો છુપાયો હશે અસીમ પ્રેમ
સ્વગૅ સમાન આકાશમાં સેંકડો રહસ્ય ઉકેલ્યા વિનાના છે
એમ તારી મારી માટેની લાગણી પણ વણઉકેલાયેલી જ છે