Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાળિયાના ૧૧ મુખ્ય પ્રકારો કૈક આવા છે.

1) ખાંભી: કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ.

2) થેસા: પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા કહે છે

3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે.

4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ.

5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે.

6) યોદ્ધાઓના પાળિયા:યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી સંખ્યામાં પણ જોવા મળી આવે છે જેને રણ ખાંભી તરીકે પણ ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય તે જગ્યા પર મુખ્યત્વે બાંધવામાં આવે છે. શરૂઆતમાં આવા પાળિયાઓ, કોઈ સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા માટે બાંધવામાં આવતા હતા અને પાછળથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ છે. આવા સ્મારકોમાં મોટે ભાગે યોદ્ધાને તલવાર, ગદા, ધનુષ તિર અને બંદુકો જેવા હથિયારો સાથે પણ દર્શાવવામાં આવે છે. ક્યારેક આવા સ્મારકો માં આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે તો ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.

7) સતીના પાળિયા: આ સ્મારકોમાં મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવવામાં આવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ ની સાથે અન્ય પ્રતીકો જેવા કે મોર અને કમળ પણ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ જોવા મળે છે. ઘણા બધા સતીઓના પાળિયા માં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ જોવા મળે છે. આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યા એ જોવા મળે છે.

8) ખલાસીઓના પાળિયા: આ સ્મારકો ખલાસીઓ ના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે.

9) લોકસાહિત્યના પાળિયા: આવા સ્મારકો માં પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક સંતો-ભક્તો, વગેરે માટે કરેલો દેહત્યાગ નું વર્ણન જોવા મળે.

10) પ્રાણીઓના પાળિયા: જુના સમય માં અશ્વ, શ્વાન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

11) ક્ષેત્રપાળના પાળિયા: આ પાળિયા કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતાં શુરવીરો ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ તરીકે પૂજાય છે. તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી આવી છે. તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે. આ પાળિયા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો ને રક્ષણના પ્રતીક તરીકે કંડારવામાં આવે છે..

Gujarati Motivational by Jay Vora : 111748564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now