દેવાધિદેવ મહાદેવ હે ,
પ્રણમું તમને હું ,
આપને ભક્તિભાવે ,
ના કોઈ યાચના કાજે
નિજ જીવન કેરા
દુન્યવી લાભ લોભ કાજે.
સર્વ હિત કાજે આપે
ગટગટાવ્યું ઝેર
સમુદ્રમન્થને ,
અને પાઠ અનેરો
સ્વાર્થ વિલયનો અમ સર્વને.
હે દેવ હાટકેશ , નીલકંઠ ,
છે આપ ત્રાતા સકલ જગના .
ત્રિદેવ કલ્પનના પરમ દેવતા .
દો આશિષ જ કેવળ અમને
ચાતરવા નિજ ઉજ્જવલ જીવનપંથ
સ્વાર્પણ ની ભાવના સઁગ સદા સર્વદા .
છું સમર્પિત હું , મહાદેવ , આપને
હર જીવનમાં .
- રંતિદેવ વિ.ત્રિવેદી 'રવિ '
૦૮ - ૦૯ - ૨૦૨૧
🙏