Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિવભવાની નંદન ગજાનન.
કોટિકોટિ છે વંદન ગજાનન.

પ્રથમપૂજ્ય ભગવંત ગણેશા,
સિંદૂરધારી છે નમન ગજાનન.

સિદ્ધિબુદ્ધિ નારી દેવ તમારી,
લાભલક્ષ હો ધડકન ગજાનન.

મોદકપ્રિય સદાય મંગલકારી,
ધર્યું મૂષક પર આસન ગજાનન.

સદા સુખકારી મંગલ પ્રદાતા,
ભાદ્રપદે હો આગમન ગજાનન.

સર્વદા હો ભક્તજન હિતકારી,
શુભકાર્યે વિઘ્નવિનાશન ગજાનન.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111748533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now