સંપૂર્ણ શરણાગતિ
યા ખુદા, માંગુ છું, તારી પાસે, સંપૂર્ણ શરણાગતિ ની દુઆ, જોડી મારા હાથ
કરતો નહીં મને નિરાશ; ડગમગે નહીં મારી આસ્થા, ધરજે હમેશા મારો હાથ
કાંઈબી થઈ જાય, આવે આંધી તોફાન, બસ તું છોડતો નહીં આ સંગાથ
મન છે ચંચળ, બેચેન થાય, પળભરમાં ડગમગી જાય, સમજાવજે એને ઓ નાથ
શરણાગતિ સ્વીકારજો મારી, ઓ દયાળુ પરવરદેગાર, ઓ દીનાનાથ
તારી મેહેર હશે તો, મારી શરણાગતિ માં પડી જાઉં ન હું પછાત.
Armin Dutia Motashaw