- : થોડું જીવવું, કોનાથી બગાડવું? :-
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
. દરેકને આ દેશમાં સ્વતંત્ર જીવવા,કમાવા અને વાણી સ્વતંત્રનો હક્ક છે.માટે આપણે એવી વાણી ઉચ્ચારવી જોઈએ કે સામેના ને કાન ને મીઠી લાગે એટલું જ નહીં,વર્તન પર અસરકારક થવી જોઈએ.મારે બોલવું અન્યને ના ગમતું હોય તે બની શકે પરંતુ એ બોલવામાં કોઈનું અહિત ના થવું જોઈએ.
. વાણી સ્વતંત્રતાનો મતલબ એવો નથી કે ગમે તેમ બોલી નાખીએ.એવું બોલવું ના જોઈએ કે જેથી તમારા વર્તન,વાણી,જીવનને ગંભીર અસર કરી શકે છે.આપણે સામેની વ્યક્તિ જે આપણી દુસ્મન છે,તેને ન ગમતું બોલીએ તો તે જ શબ્દ આપણને બમણા વેગે આપણા તરફ ઘસી આવે છે.
. માટે મીઠી વાણી બોલીએ પરંતુ સાથે મન,દિલ, દિમાગ એટલું જ ચોખ્ખું હોવું જોઈએ.સ્વામી વિવેકાનંદ એવું બોલે કે "ચોરી ના કરો "અને આપણે બોલીએ કે "ચોરી ના કરો " આ બેઉ બોલનાર પાત્ર છે તો મનુષ્ય પરંતુ એક પાત્ર સિદ્ધ નથી.બીજો સિદ્ધ છે.માટે એ વ્યક્તિ ના શબ્દનું વજન પડશે.જેના જીવનમાં આચરણ છે.
આચરણ કે સુધરવું તે આપણા હાથની વાત છે.માટે સમાજને શેની જરૂર છે,તે નહીં પરંતુ સમાજને આગળ સુદ્રઢ કરવા માટે જ વિચાર કરવો.
. ફિલ્મની અભનેત્રીના નામથી લોકો ભેગા થાય છે,પરંતુ તેનો હેતુ માત્ર લોકોને મનોરંજન પૂરતો હોય છે.માણસને માણસ બનાવવો હશે તો તેને માટે તન,મન,ધનથી ઘસાવું પડે.સહન કરવાની અને માન પચાવવાની કે અપમાન પચાવવાની તૈયારી જોઈએ. તે જ માણસ સફળ થાય છે.
. પેટ ભરવા માટે કે છોકરાં-બચ્ચા પેદા કરવા તે તો કૂતરાં,બિલાડાં,પશુ,પક્ષી,ઢોર આપણા કરતાં સારી રીતે જીવે છે..આપણા કરતાં વગર ભણ્યે સારી રીતે આનંદ કરી લે છે. આપણે માણસ ની રીતે જન્મ લીધો તો માણસ ની રીતે જીવતાં શીખવું પડશે.
🌺♥️🌺
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )