હા-અમે ગુજરાતી. ! ! !
કપડા મોંઘા ને ચંપલ સસ્તા
ગંજી મોંઘી ને ચડી સસ્તી
હા-અમે ગુજરાતી
પરિવાર મોટા ને મકાન નાના
સંપ વધારે ને ઝઘડા ઓછા
હા-અમે ગુજરાતી
વણેલા પાટા ને સેવ-ખમણ
ઉંધીયુ પુરી ને શીખંડ નું જમણ
હા-અમે ગુજરાતી
મોહનથાળ અડદીયા ને ઘારી
પાવભાજી પંજાબી ને મદ્રાસી
હા-અમે ગુજરાતી
દ્વારકા, સોમનાથ, ને સુદામાપુરી,
ગીરનાર, વિરપુર, ને ચોટીલાની, અણી
હા-અમે ગુજરાતી
અઢારે વરણ ગુજરાત માં સમાણી
અમેરિકામાં પણ ગુજરાતી ભારી
હા-અમે ગુજરાતી
કૃતાર્થ છું હું એ દ્વારિકાનાધણી કે
"દવે" ને આપી તે ગુજરાત ની માટી
હા-અમે ગુજરાતી,
હા-અમે ગુજરાતી,
હા-અમે ગુજરાતી !!!!