Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હેપી ટીચર્સ ડે...
....🌹🌹🌹
હા, ભૈ હા...
હું એક શિક્ષક છું.
લોકો મને માસ્તર કહે છે.
એમને ક્યાં ખબર છે કે માસ્તર
એટલે
જે માના સ્તરે છે તે.
ભલે,માસ્તર કહો.એનો મને
કોઈજ વાંધો નથી.
ભારતનું ભવિષ્ય ઘડનાર છું.
મારા હૈયામાં બાળક માટે મમતાનો
મધપૂડો છે.
કોઈ પણ બાળક મારા માટે રૂડો છે.
હું એમનામાં સંસ્કારો નું સિંચન કરું છું.
નીતિ,મૂલ્યોના પાઠ
શીખવું છું.
બાળકનું ભવિષ્ય ઉજળું બને
એ માટે સતત પ્રયાસ કરું છું.
હા, હું શિક્ષક છું.
માસ્તર છું.
સત્યનો પૂજારી થઈ બાળકોને
સત્યના પાઠ ભણવું છું.
અહિંસાની એરણ પર ચડાવું છું.
બાળકોના મનમાંથી ઈર્ષા,લોભ,લાલચ,ક્રોધ વગેરે જેવા દુર્ગુણો ને જલાવી દઉં છું.
હું બગીચાનો માળી છું.
કુમળા છોડને યોગ્ય દિશામાં વાળું છું.ફૂલ ખીલવું છું.
જેની મહેક સમાજમાં ચોમેર પ્રસરતી રહેશે.
બાળકના હૃદય માં દેશપ્રેમની
ભાવના જગાવું છું.
દેશ માટે મરીફિટવાની તમન્ના પેદા કરું છું.
હા, હું એક શિક્ષક છું.માસ્તર છું.
બોલો,હું શું ડરપોક છું??
જોજો,મને એવું કહેવાની ભૂલ ન કરતા.
કઈક નવું સર્જન કરવા ટેવાયેલો છું.પરિવર્તન નો ચાહક છું.
બાળ પ્રેમી છું.
કાદવમાંથી કમળ ખીલવું છું.
હા, હું એક શિક્ષક છું.
માસ્તર છું.
મા સરસ્વતી નો પૂજારી છું.
બાળક પ્રભુનું સ્વરૂપ છે તે વાત
હું સમજુ છું ને સમજાવુ છું.
તમને ગમુ કે ના ગમુ
પણ
બાળકોને તો હું ગમું જ છું.
...જય બાળ
જય વિજ્ઞાન...
જય મા સરસ્વતી.
.........મનુભાઈ પી.પટેલ.
ન્યુ રાણીપ.અમદાવાદ.

Gujarati Motivational by Umakant : 111747645
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now