સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પેદા કરાવે ,તે શિક્ષક.
જુદી જુદી ભાષાઓના જ્ઞાનથી ભરી દે ,તે શિક્ષક
લોકોની સેવા માટે ડોક્ટર દેશને સોંપી દે, તે શિક્ષક
કોઈ સ્વાર્થ વગર અઢળક જ્ઞાન આપે ,તે શિક્ષક.
દેશના વહીવટ માટે, યુવાનો દેશને સોંપે ,તે શિક્ષક
દેશને વિકાસના પંથે દેશને પહોંચાડી દે, તે શિક્ષક
ક્યારે પણ પોતાના કર્મ, ધર્મથી ના હારે, તે શિક્ષક
કેળવણી આપીને બાળકને ખીલતો કરે ,તે શિક્ષક
જીવનને જીવવા લાયક સફળ બનાવે , તે શિક્ષક
શાળામાં દેશનું ભાવિ ઘડતર કરી રહ્યો ,તે શિક્ષક
સરકારના તમામ અભિયાન સફળ કરે ,તે શિક્ષક
તમામ ગુણોનો ભરપૂર ભંડાર, એટલે એક શિક્ષક
🙏🏿 આભાર🙏🏿 ભાનુબેન પ્રજાપતિ
-Bhanuben Prajapati