Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જવાબદારી..."
-@nugami.
આજના સમયમાં વ્યક્તિ ઘણીબધી જવાબદારીના પોટલાં ઉપાડી ને ફરે છે..... દરરોજ કંઇક ને કંઇક નવું ને નવું જીવનનાં દરવાજે રાહ જોઈને ઉભુ હોય ....
બધી જ જવાબદારીઓને સંભાળવા પૂરતા પ્રયત્નો પણ વ્યક્તિ કરે છે.....
જીવનનાં દરેક ઉતારચઢાવ ની તકલીફોને એકલા હાથે માત આપવા પ્રયત્નો કરે છે....

પણ ક્યારેય પોતાના જીવનને જીવવાની જવાબદારી સો એ સો ટકા પોતાની જ છે એવું ગણે છે??????

જીવનમાં કઈ તકલીફ આવશે તો ,કહેશે ફલાણા ના લીધે એવું થયું, ફલાણો આવી ને મારું જીવન વેરવિખેર કરી નાખ્યું...ફલાણા ના લીધે મારા ધંધામાં નુકસાન થયું...ફલાણા ના લીધે આજે મને મોડું થયું... ફલાણું મારા જીવનમાં ના આવ્યું હોત તો સારું હતું..
વ્યક્તિ પાસે પોતાની જાતને બચાવવા હજારો કારણો છે.....
પણ ક્યારેય વ્યક્તિ એ પોતાના જીવનને જીવવાની ૧૦૦ટકા જવાબદારી લીધી.....?????

હંમેશા એ પોતાના જીવન ને જીવવા બીજાનો આધાર શોધતો ફરે છે....
જો એ મારા જીવનમાં આવે તો મારું જીવન સુધરી જાય,
જો એ મારા જીવનમાં આવે તો ગમે એવી તકલીફોનો સામનો કરી શકું,
જો એ મારા જીવનમાં આવે તો મારું જીવન સુખી થઈ જાય.....
જીવન જીવવા માટે આટલું બધું બીજા પર પરાધીન થઈ જવાનું????

હા,જીવન જીવવા સાથની જરૂર ચોક્કસ પડે,પણ જીવનને કેવી રીતે જીવવું છે,એની જવાબદારી તો વ્યક્તિને પોતાને જ લેવી પડે છે......
અમુકવખત પોતાની મનગમતી વ્યક્તિ સાથે રહેવા એની શરતો ને આધીન પણ વ્યક્તિ રહેવા તૈયાર થઈ જાય છે....અને અંત માં એ વ્યક્તિનો આધાર રહે કે ના રહે એ નક્કી નથી હોતું.....
જીવન ઘણી બધી શરતોને આધીન જીવાય જાય છે......

પણ જ્યારે વ્યક્તિ પોતાના જીવનને જીવવાની સો એ સો ટકા જવાબદારી લેતો થાય,ત્યારે એને બીજી અન્ય કોઈ વ્યક્તિથી કોઈ ફરિયાદ બાકી રહેશે નહિ .....
એ વ્યક્તિ પોતાનું જીવન જીવવા સાથ શોધશે.....
કોઈ ફરિયાદ નહિ,આધાર નહિ.......
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111747427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now