જુઓને આજ આ મોસમ કેટલું બન્યું ભિન્ન છે;
બહાર વરસે વરસાદ ને દિલ બન્યું ગમગીન છે;
વરસતા વરસાદે દિલમાં ઉઠ્યો છે એક સવાલ,
કે ખીલતી બહારમાં મન કેમ થયું છિન્નભિન્ન છે;
જેની મહેક માત્રથી મન થઈ જતું હતું પ્રફુલ્લિત,
એ કેશ ને શ્વાસની મહેક આજ કેમ વિભિન્ન છે;
નથી રહ્યો કોઇ અંકુશ હવે મારો જ આ મન પર,
તન પણ નથી કાબુમાં એ બની ગયું પરાધીન છે;
મારા હાલાતની મેઘરાજ પણ ઉડાવે કેવી મજાક,
મન મારૂં કોરું ધાકોડ ને "વ્યોમ" ને કર્યું રંગીન છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)