રેહાન ના દાદાને આંખે ખૂબ ઓછું દેખાઈ રહ્યું હતુ, એટલે ડોક્ટરને બતાવવામાં આવ્યું,ડોક્ટરે કહ્યું કે; દાદાને મોતિયો ઉતારવો પડશે, દાદા તૈયાર થઈ ગયા અને મોતિયો ઉતરાવ્યો ,પણ કાળા ચશ્મા પહેરવા તૈયાર ન થયા ડોક્ટર એ કહ્યું કેમ તમે રંગીન કાળા ચશ્મા પહેરવાની ના પાડી રહ્યા છો? એટલે એમને કહ્યું ક;, હું તો કાળા ચશ્મા તો નહીં જ પહેરુ! કાળા ચશ્માથી તમને શું પ્રોબ્લેમ થાય છે ?ત્યારે દાદાજીએ કહ્યું મને કાળા ચશ્મા થી પ્રોબ્લેમ નથી,પણ મારા ગામડાના ભોળા લોકો મનના એકદમ ધોળા છે એ,લોકોને મારે આવા કાળા ચશ્માથી કાળા નથી જોવા એમને હું હંમેશા સફેદ અને ચોખ્ખા જોવા માંગુ છું...
-Bhanuben Prajapati